સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ ક્યારેક હીરાની ખરીદી અને વેચાણમાં છેતરપીંડીના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. જ્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતના બે ઇસમોએ 9 જેટલા વેપારીઓ પાસેથી 1.59 કરોડ રૂપિયાના હીરા લઇને પૈસા આપવામાં આવ્યા નહોતા. ત્યારબાદ રેતી ભરીને પડીકા આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બંને દલાલોએ હીરા પચાવી પાડ્યા હતા. આ બાબતમાં ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કરી હતી. જેના કારણે પોલીસ પકડશે તેવો ભયના કારણે એક આરોપીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટ મુજબ સુરતની વરાછા મિનીબજારની હીરા બજારમાં હીરા દલાલ ચતુર અને મુકેશ પહોંચ્યા હતા. આ બંને હીરાના દલાલો 2 જુલાઈના રોજ નાનુ હિરપરા પાસે ગયા હતા. જેમાં નાનું હિરપરા દ્વારા ચતુરને 9.43 લાખના હીરા આપવાના આવ્યા હતા. ચતુર હીરા લઇ ગયો હતો અને તેને હીરા મયુરને આપ્યા હતા પણ પેમેન્ટનો એક પણ રૂપિયો નાનુ હિરપરાને આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ બીજી વખત ચતુર નાનુ હિરપરા પાસે હીરા લેવા આવ્યો હતો. આ સમયે પણ નાનુ હિરપરાએ 22 લાખ રૂપિયાના હીરા ચતુરને આપી દીધા હતા. આ હીરા પણ ચતુરે મયુરને આપ્યા હતા. લાખો રૂપિયાના હીરા લઈ ગયા બાદ ચતુર અને મયુર એક પણ વેપારીને હીરાનું પેમેન્ટ કર્યું નહોતું.

તેથી એક દિવસ નાનુ હિરપરાને કહેવા મળ્યું હતું કે, મયુર અને ચતુર નામના બે ઇસમો વેપારીઓ પાસેથી હીરા લઇ જાય છે પણ તેનું પેમેન્ટ આપી રહ્યા નથી. તેથી આ બાબતે હીરાને વેપારીએ બજારમાં તપાસ કરતા જાણકારી મળી હતી કે, આ બંને આરીપીઓ નવ જેટલા વેપારીઓની પાસે હતી એક કરોડ કરતા વધુના હીરા લીધેલ છે પરંતુ તેનું પેમેન્ટ આપેલ નથી.

નાનુ વઘાસીયાને જાણકારી મળી હતી કે, મયુર અને ચતુર નામના ઠગબાજો ઝવેર નામના વેપારી પાસેથી 10.25 લાખના હીરા, ધર્મેશ વઘાસીયા પાસેથી 11.08 લાખના હીરા, મગન પાનસુરીયા પાસેથી 6 લાખ રૂપિયાના હીરા, હિંમત બાબરીયા પાસેથી 6.32 લાખના હીરા, દિલીપ વાલાણી નામના વેપારી પાસેથી 5.86 લાખ રૂપિયાના હીરા, ઉમેશ કોલડીયા નામના વેપારી પાસેથી 53.57 લાખના હીરા, સુનીલ દુધાત નામના વેપારી પાસેથી 6 લાખના હીરા અને વીનુ ગજેરા પાસેથી 28.60 લાખ રૂપિયાના હીરા લઇને ગયા છે. આ બન્ને ઠગ 9 વેપારી પાસેથી 1.59 લાખ રૂપિયાના હીરા લઇ ગયા છે અને એક પણ વેપારીઓને પૈસા આપવામાં આવ્યા નથી. આ સિવાય વેપારી એ પણ જાણવા મળ્યું કે, બંને આરોપીઓ હીરાના પડીકાના પરત કરવાના નામે તેમાં હીરાના વજન પ્રમાણે રેતી ભરી નાખતા હતા અને આ રીતે વેપારીઓ સાથે છેતરપીંડી કરી રહ્યા હતા.