એશિયાના સૌથી મોટા અમીર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને પહોંચવા માટે એક વખત મક્કમતાથી પોતાના પગલાં આગળ વધાર્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદીમાં અદાણી હવે બીજા ક્રમના બર્નાર્ડ આર્નોલ્ટથી માત્ર 7 અરબ ડોલર દૂર છે. ઈલોન મસ્ક નંબર વન પર છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટા અનુસાર, વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 2.8 અરબ ડોલરનો વધારો થયો છે. તે જ સમયે, ઇલોન મસ્કની સંપત્તિમાં એક દિવસમાં 6.6 અરબ ડોલર નો ઘટાડો થયો છે. આ સિવાય વિશ્વના બીજા સૌથી ધનિક લૂઈસ વિટનના બોસ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 520 અરબ ડોલર નો ઘટાડો જોવા મળ્યો છે.

જેફ બેઝોસ અદાણીથી ઘણા પાછળ છે

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બ્લૂમબર્ગ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ચોથા નંબરે છે. હવે તેની પાસે 114 અરબ ડોલરની નેટવર્થ છે. અદાણીની નેટવર્થ જેફ બેઝોસની નેટવર્થ કરતાં 22 અરબ ડોલર વધુ છે. હાલમાં, અદાણીની નેટવર્થ 136 અરબ છે.

અદાણીની મોટાભાગની સંપત્તિ અદાણી ગ્રૂપમાં તેના જાહેર હિસ્સામાંથી મેળવે છે જ્યાંથી તેની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 2022ના સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, તેઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં 75% હિસ્સો ધરાવે છે. તેઓ અદાણી ટોટલ ગેસના લગભગ 37%, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 65% અને અદાણી ગ્રીન એનર્જીનો 61% હિસ્સો ધરાવે છે. આ તમામ કંપનીઓ જાહેરમાં વેપાર કરે છે અને અમદાવાદ સ્થિત છે.

મુકેશ અંબાણી હવે 8મા સ્થાને છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (90 અરબ ડોલર) હવે વિશ્વના અમીરોની યાદીમાં 8મા સ્થાને છે. બિલ ગેટ્સ (108 અરબ ડોલર) પાંચમા, વોરેન બફેટ (102 અરબ ડોલર) છઠ્ઠા, લેરી એલિસન (91.2 અરબ ડોલર) લેરી પેજ (83 અરબ ડોલર) નવમા અને સ્ટીવ બાલ્મર (81.8 અરબ ડોલર) 10મા ક્રમે છે.