રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં અધધધ નવું રોકાણ કરશે. રિલાયન્સે રૂ. 5.95 લાખ કરોડનું રોકાણ કરવા એમઓયુ કર્યાં છે. રૂ. 5.95 લાખ કરોડના રોકાણના પગલે ગુજરાતમાં આશરે 10 લાખ જેટલા લોકોને રોજગારી મળશે.100 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ સ્થાપશે.

મળતી માહિતી અનુસાર, રીલાયન્સ ઈન્ડસ્ટ્રી ગ્રીન હાઇડ્રોજન ઇકો સિસ્ટમ વિકસાવશે. બંને પ્રોજેક્ટ માટે કુલ રૂ. 5 લાખ કરોડનું રોકાણ કરશે.ન્યૂ એનર્જી અને ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ મેન્યુ. માટે રૂ. 60 હજાર કરોડનું રોકાણ કરશે. નવા પ્રોજેક્ટ્સ માટે કચ્છમાં 4.50 લાખ એકર જમીનની માંગ કરી છે.

રિલાયન્સ જીઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા રૂ. 7,500 કરોડનું રોકાણ કરશે.આ સિવાય રિલાયન્સ રિટેલમાં પણ રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલા છે. તદ્દઅનુસાર, રાજ્યમાં આવનારા દસકમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧૦ લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે.

આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે ૬૦ હજાર કરોડનું રોકાણ કરશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા.