એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ભારતના દિગ્ગજ બિઝનેસ મેન ગૌતમ અદાણીની આવક ખૂબ જ ઝડપથી વધી રહી છે. અબજોપતિઓની યાદીમાં પહેલા મુકેશ અંબાણી અને પછી વોરેન બફે, બિલ ગેટ્સને પછાડ્યા બાદ હવે ગૌતમ અદાણીની નજર એમેઝોનના ચીફ જેફ બેઝોસ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની ખુરશી પર છે. આગામી દિવસોમાં અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી જેફ બેઝોસને પાછળ છોડી શકે છે. જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓએ વર્ષ 2022માં અત્યાર સુધી શાનદાર વળતર આપ્યું છે.

જ્યારે આ વર્ષે વિશ્વના ઘણા અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે અદાણીની નેટવર્થ બમણીથી વધુ થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે $64.8 બિલિયનથી $141 બિલિયનને વટાવી ગઈ છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થવાનું કારણ તેલ અને કુદરતી ગેસના ભાવમાં વધારો છે. જ્યારે વૈશ્વિક સ્તરે ઘણા સૂચકાંકોમાં ઘટાડો થયો છે, ત્યારે એનર્જી ઈન્ડેક્સે વર્ષ 2022માં 36 ટકાનું વળતર આપ્યું છે. ગૌતમ અદાણી માટે આ આવકનો મોટો સ્ત્રોત છે.

અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓ શેરબજારમાં સારો દેખાવ કરી રહી છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસે 750 ગણું વળતર આપ્યું છે. તે જ સમયે, અદાણી ટ્રાન્સમિશનના સ્ટોક પર સટ્ટાબાજી કરતા રોકાણકારોને 400 ગણું વળતર મળ્યું છે. અદાણી ગ્રૂપની તમામ સ્ટોક પોઝિશનોએ રોકાણકારોને બમણાથી વધુ વળતર આપ્યું છે. ટેસ્લા અને એમેઝોન શેરોમાં કિંમત-થી-કમાણીનો ગુણોત્તર માત્ર 100x છે. જ્યારે મુકેશ અંબાણીએ 28 વખત જે અદાણીની સરખામણીએ ઘણું ઓછું છે. તમને જણાવી દઈએ કે, જ્યાં વર્ષ 2022 થી સેન્સેક્સમાં 44 ટકાનો વધારો થયો છે, જ્યારે અદાણી જૂથની કંપનીઓએ 1000 ટકા વળતર આપ્યું છે.