પેટ્રોલ-ડીઝલ અને CNG માં ભાવ વધતા રિક્ષાના ભાડા પર અસર પડી રહી છે. જેને લઈને રીક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જે 1.2 કિમીની મુસાફરી માટે મિનિમમ ફેર 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 1.2 કિમી બાદની મુસાફરી માટેનું રનિંગ ફેર 13 થી વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં મિનિમમ ભાડું 18 થી વધારીને 20 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.

જો કે, પેટ્રોલ-ડીઝલ (petrol diesel price hike), સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો (cng price hike) થતા CNG રીક્ષા ચાલકોની પરેશાની વધી છે. રિક્ષા ચાલકોની સતત રજૂઆત છતાં ભાજપ સરકાર તેમની રજૂઆતો સાંભળવા તૈયાર નથી, આ સંજોગોમાં રિક્ષા ચાલકોને સીએનજી ગેસના ભાવ વધારામાંથી તાત્કાલિક રાહત આપવી જોઈએ અને ગેસનો ભાવ વધારો પરત ખેંચવો જોઈએ. જે વારવાર વધી રહેવા ભાવને લઈ રીક્ષા ચાલકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે આ રીક્ષા ભાડું હવે સામાન્ય લોકો પર પણ પડશે.

મોંઘવારીની કારમી ભીંસ વચ્ચે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. વધી રહેલ CNG ગેસ, પેટ્રોલઅને ડીઝલ નહ ભાવને કારણે વાહનચાલકોને ભાડામાં વધારો થતા સામાન્ય જનતાને પણ વધુ ભાર પડી રહ્યો છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી CNG ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મોંઘવારી ની સીધી અસર મધ્યમ વર્ગના લોકોના બજેટ પર પડી રહી છે. સામાન્ય માણસનું જીવવું અઘરૂ થઈ રહ્યુ છે એક પછી એક જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.