ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે.

સુરતના કાપડ માર્કેટમાં વધુ એક ચિટિંગ ની ઘટના બની છે. આંધ્રપ્રદેશના બે વેપારીઓ દ્વારા 97 લાખનું ચિટિંગ કરવામાં આવ્યું છે. અલગ અલગ 20 વેપારીઓ પાસેથી માલ ખરીદી કરી ચિટિંગ કરવામાં આવી છે. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા થોડા નાણાં ચૂકવ્યા બાદ રંગ બતાવ્યો છે. મંદી ચાલતી હોવાનું બહાનું કરીને વેપારીઓને પેમેન્ટ આપતાં ન હતાં. આખરે તમામ વેપારીઓ એ ભેગા મળીને પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે.

વેંકટ શ્રીનિવાસ લાવેટી અને વેમના રાજુ સામે ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે. હાલમાં આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.