લોન ભરપાઈ નહીં કરનારા સામે બેન્કો કડક વલણ અપનાવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકો એ 754 કરોડ રૂપિયાની મિલકતો હરાજી માટે મૂકી છે. જે 272 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી 970 રહેણાંક મિલકત હરાજીમાં મુકવામાં આવી છે. જેમાં કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતોની પણ હરાજી કરવામાં આવી રહી છે. 167 કરોડ રૂપિયાની 207 વાણિજ્ય મિલકતની હરાજી કરવામાં આવશે. 314 કરોડ રૂપિયાની 155 ઔદ્યોગિક મિલકતોની પણ હરાજી કરવામાં આવશે.

જો કે બેન્ક લોકોને મકાન ખરીદવા માટે તેમને લોન આપે છે, જે બેન્ક અમુક ટકા નિર્ધારિત કરવામાં આવેલ વ્યાજ આ લોન પર લેવામાં આવે છે અને આ લોન ના બદલામાં લોનની સુરક્ષા માટે લોન લેનાર વ્યક્તિ પાસેથી તેમની મિલકત કે મકાન ગીરવે મૂકીને આપવામાં આવે છે અને તેમના કરાર પ્રમાણે જે લોકો આ લોકોમી ભરપાઈ ન કરી શકે તો આ મિલકત ની હરાજી કરીને બેન્ક તેમની લોનની કિંમત વસૂલી લે છે. ત્યારે હવે આ લોન ભરપાઈ મામલે બેંકો એ કડકતા વર્તી છે. અને સમય પ્રમાણે લોન ન ભરાતા લોકોની મિલકત હરાજી કરવામાં આવી રહી છે.