દિવાળીના તહેવારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળીની છેલ્લી ઘડીનો ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હૈયે હૈયુ દળાય જાય તેવી લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં પગ મુકવા પણ જગ્યા ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લી ઘડીએ બજારોમાં દિવાળી ખીલી ઉઠી છે. તમામ ચીજવસ્તુઓ લેવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના બાદ 2 વર્ષ પછી બજારમાં રોનક જોવા મળી રહી છે.

આ તહેવારમાં લોકોને ગિફ્ટ આપવાનું ખૂબ મહત્વ હોય છે કે કેમકે લોકો દ્વારા લોકોના ચહેરા પર ખુશી લાવવાનો એક રીવાજ છે. દિવાળીના તહેવાર પર ગિફ્ટોની આપ લે જોવા મળતી હોય છે. આ સિવાય કોર્પોરેટ ગીફ્ટની આપ-લે પણ કરવામાં આવે છે. આ કારણોસર દિવાળીમાં કુરિયરના ધંધામાં મોટો વધારો જોવા મળ્યો છે. 2 વર્ષ બાદ કુરિયરના ધંધામાં તેજી જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા 25 થી 30 ટકાનો ધંધામાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પર ગિફ્ટ સહિતની વસ્તુઓ લોકો મોકલી રહ્યા છે. જેના કારણે કુરિયરના ધંધામાં ધરખમ વધારો થયો છે.

આ અંગે વાતચીત કરતા નંદન કુરિયરના જીવણ ભોગાયતાએ જણાવ્યું હતું કે, દીવાળીના પર્વમાં ગાંધીનગર, સુરત, રાજકોટ, બરોડા અને અમદાવાદના સૌથી વધુ કુરિયર આવી રહ્યા છે. મુંબઇ અને દિલ્હી પણ લોકો સૌથી વધુ કુરિયર મોકલી રહ્યાં છે. દેશભરમાં 4 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કુરિયર સર્વિસ બંધ રહેશે.