કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતમાં CNG (Compressed Natural Gas) વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. દેશમાં મોંઘવારીએ હદ વટાવી છે. વસ્તુઓના ભાવ સતત વધતા જાય છે. ત્યારે અદાણી ગેસે ફરી એક વખત CNG ભાવમાં વધારો કરતાં કર્યો છે. અમદાવાદ ગેસના ભાવમાં ફરી વધારો થયો છે. ગેસ ના ભાવ વધતા લોકોનું ફરી બજેટ ખોરવાયું છે.

આજે ગેસના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં ગેસ નો ભાવ 67.59 રૂપિયા થયો છે. અદાણીએ CNGમાં કિલોદીઠ 2 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે અને હવે નવો ભાવ કિલો દીઠ રૂ.67.59 થઇ ગયો છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.

રિક્ષા ચાલકો પહેલેથી જ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળ પર ઉતરી આવ્યા હતા. ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે ભાવ વધારા બાદ પણ પેટ્રોલ અને ડીઝલ કરતા સીએનજીના ભાવ ઓછા છે. છેલ્લા ત્રણ મહિનાની અંદર સીએનજીના ભાવમાં ચોથી વાર વધારો ઝીકવામાં આવ્યો છે.