દિવાળી પહેલા ફરસાણના વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળી પર મીઠાઈના બિઝનેસમાં તેજી રહેવાની વેપારીઓ દ્વારા ધારણા કરવામાં આવી રહી છે. જે હાલમાં કોર્પોરેટ ફિલ્ડના એડવાન્સ ઓર્ડર ફરસાણ વેપારીઓને આપવામાં આવ્યા છે. જો કે દેશમાં કોરોનાને લીધે બે વર્ષ સુધી કોર્પોરેટ ફિલ્ડના ઓર્ડર મળ્યા ન હતા. ત્યારે આ દિવાળીમાં કોરોનાની અસર ઓછી થતા દિવાળી નિમિતે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ વખતે મીઠાઈની માંગમાં વધારો થવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

જો કે હાલમાં દેશમાં દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો નોંધાય રહ્યો છે, જે મોંઘવારીની અસર હવે મીઠાઈના ભાવ પર પણ વર્તાઈ રહી છે. ત્યારે ફરસાણમાં કેસર મોહનથાળ નો ભાવ પ્રતિકિલો એ 760 થાય છે, જે પહેલા 400 હતા. કાજુ મૈસુર 640 રૂપિયા થયો છે. જે પહેલા 500 રૂપિયા હતા. માવા ઘારી 660 રૂપિયા થયો છે, જે પહેલા 500 રૂપિયા હતા. મલાઈ બરફી 680 રૂપિયા થયો છે, જે પહેલા 400 રૂપિયે હતી. દૂધનો હલવો 600 રૂપિયા થયો છે, જે પહેલા 300 રૂપિયા હતા. કાજુ કતરી 760 રૂપિયા થયો છે, જે પહેલા 600 રૂપિયા હતા. કેસર મલાઈ પેંડા 620 રૂપિયા થયો છે, જે પહેલા 400 રૂપિયા હતા.