કોરોના કાળ હોય કે કોપી આપત્તિ લોકો ધાર્મિક તહેવાર નવી વસ્તુઓ ખરીદવાથી ચુકતા નથી. તેવું જ કંઇક દશેરાને લઈને જોવા મળ્યું છે. દશેરાના દિવસે લોકો નવા સાધનો જેમકે સાઈકલ, બાઈક, ટુ-વહીલર લેવાનો રસ ધરાવતા હોય છે. તેવું જ કંઇક રાજકોટમાં જોવા મળ્યું છે.

 

રાજકોટમાં દશેરાના નિમિતે મોટર સાયકલ અને ટુ-વહીલર બજારમાં તેજી જોવા મળી છે. 1000 થી વધુ બાઇક અને મોટર સાયકલના બુકીંગ થયા છે. દશેરાએ ડિલિવરી લેવા માટે સ્કૂટર અને કારનું પણ બુકીંગ કરવામાં આવી છે.

 

તેની સાથે પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અંદાજીત 25 કરોડનો વેપાર ઇલેક્ટ્રિક માર્કેટમાં થાય તેવી શક્યતા રહેલી છે. રાજકોટવાસીઓ દ્વારા ટીવી, ફ્રીજ, માઇક્રોવેવ, સહિતના સાધનોની ધૂમ ખરીદી થવાનો અંદાજ રહેલો છે.