ED એ આજે ​​ગેમિંગ એપ ઈ-નગેટ્સ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આમિર ખાન નામના વ્યક્તિ અને અન્ય લોકોના 12.83 કરોડ રૂપિયાના બિટકોઇન્સ જપ્ત કર્યા છે.

ઇડીના અધિકારીઓએ કહ્યું કે આ કાર્યવાહી પીએમએલએની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે. આરોપ છે કે કોલકાતાના આમિર ખાને આ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા કરોડોની છેતરપિંડી કરી છે. ED એ તાજેતરમાં કોલકાતાના ગાર્ડન રીચ સ્થિત આમિરના ઘરેથી રૂ. 17 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

24 સપ્ટેમ્બરના કોર્ટે તેને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આમિરને પોલીસે યુપીના ગાઝિયાબાદમાંથી ઝડપી લીધો હતો. તેની કસ્ટડી 8 ઓક્ટોબરે પૂરી થશે. આમિરે e.nuggets નામની મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એક એપ હતી જેના દ્વારા તે શરૂઆતમાં પૈસા આપતો હતો. ત્યાર બાદ તે ઈ-વોલેટ દ્વારા ગ્રાહકોના પૈસા ઉપાડી લેતો હતો.