સુરતમાં આગામી ગુરુવારના વેપારીઓ કારખાનેદારો કાળી પટ્ટી સાથે વિરોધ કરશે. એક કલાક સુધી કારખાના વેપાર પણ બંધ રાખવામાં આવશે. તેની સાથે-સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રગટ કરાશે. જ્યારે આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી ઝૂમ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી 58 જેટલા વિવિધ સંગઠનો આગેવાનો હાજર રહ્યા હતા.

જ્યારે આ અગાઉ લુમ્સ વિવર્સ, ટ્રેડર્સ, કાપડ વ્યાપારી, CA આ તમામ લોકોએ 5% GST યથાવત રાખવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ કાપડ ઉપર gst નો સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ વેપારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીએ દ્વારા 18 નવેમ્બરના નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ફેબ્રિક્સ પર જાન્યુઆરી 2022 થી જીએસટી દર 5 ટકાથી 12 ટકા કરી દેવામાં આવશે. આ રીતે કોઈ પણ ભાવના બનેલા કપડા પર જીએસટી દર પણ 5 ટકાને લઈને 12 ટકા થઇ જશે.

આ કારણોસર દરેક જગ્યાએ તેને લઈને વિરોધ ઉઠ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત કાપડના માર્કેટમાંથી એક કહેવામાં આવે છે. જેના કારણે તેને સુરતમાં વિરોધના સુર ઉઠ્યા છે. જ્યારે કોરોના શાંત પડતા હજુ ધંધા શરુ થયા છે અને ત્યાં જ હવે gst વધારો ધંધાઓને ઇફ્કેટ કરી શકે છે.