હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ ની પર પહોંચી ગયા છે. તેની સાથે હવે બીજા એક સમાચાર પણ લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે.

આજે પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો છે. પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં પણ 34 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.57 પૈસા અને અમદાવાદમાં ડીઝલનો ભાવ 103.06 પૈસા પહોંચ્યો છે.

જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારના છ કલાકના ફેરફાર કરવામાં આવે છે. એટલે કે સવારના છ કલાકથી નવા દર લાગુ કરવામાં આવતા હોય છે. જેમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ બે ઘટાડો કરવામાં આવ્યો છે.