TMT બ્રાસના નીરજ આર્યાની જામીનને લઈને મહત્વના સમાચાર….!

GSTની 31 કરોડની કરચોરીનો મામલો હાલમાં ઘણો ચર્ચામાં છે. ત્યારે આ મામલે રાજકોટ ઉત્કર્ષ ગ્રુપના નીરજ આર્યા ના જામીન ફંગાવી દેવામાં આવ્યા છે. જેમને બીમારીના કારણોસર જામીન અરજી કરેલી હતી, જે સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. TMT બ્રાસના ઉત્પાદક ઉત્સવ ગ્રુપમાં GST એ સર્ચ ઓપરેશન હાથ કર્યું હતું. નીરજ આર્યા આ ગ્રુપના મુખ્ય માલિક છે.
ગત તારીખ 19 નવેમ્બરની વહેલી સવારથી ઉત્કર્ષ ગ્રુપની રાજકોટ અને અમદાવાદ મળી કુલ 11 જગ્યા પર દરોડા કરવામાં આવ્યા છે. રાજકોટના ઇન્ગોટ્સ અને ટીએમટી બાર્સના ઉત્પાદક ઉત્કર્ષ ટીએમટી બાર્સ ગ્રુપના ડાયરેકટરની ઓફિસ અને નિવાસસ્થાન સહિત ૧૧ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ માહિતી આપી છે કે, અત્યાર સુધીની તપાસની કામગીરીમાં મોટાપ્રામાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવી છે, જેની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે. અને આ દરમિયાન GSTની 31 કરોડની કરચોરી પકડાઈ હતી.
રાજકોટ અને બામણબોરમાં ઉત્કર્ષ ગ્રુપ સાથે જોડાયેલા ડિરેકટરોનાં ઓફિસ અને રહેઠાણ મળીને દસ સ્થળોએ સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી, આ દરમિયાન ઉત્કર્ષ ગ્રુપનાં મુખ્ય કર્તાહર્તા નિરજ જયદેવ આર્યાને છાતીમાં એકાએક દુખાવો શરૂ થયો હતો આ અંગેની ફરિયાદ જીએસટી વિભાગનાં અધિકારીને કરતા અધિકારીએ ૧૦૮ મારફતે તેમને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.