આપણે કોઈ દુકાનદારને અથવા તો શાકભાજી કે ફળ વાળાને 500 રુપિયાની નોટ આપીએ છીએ અને તે નોટ નકલી છે કે સાચી છે તે દુકાનદાર તપાસે તો તમને જરૂર નહી ગમે. પરંતુ ગુજરાતમાં જે પ્રકાર જાલી નોટોનો રેકોર્ડ રહેલો છે તેને ધ્યાનમાં રાખીને 500ની નોટને બે વખતે કોઈ ચકાસે તે વ્યાજબી રહેલ છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી ગુજરાત ત્રીજું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં જાલી નોટો જપ્ત કરવામાં આવતી હોય. જો છેલ્લા વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત આ યાદીમાં પ્રથમ સ્થાન પર હતું.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રાઈમ ઈન્ડિયા 2020 રિપોર્ટની મુજબ, ગત વર્ષે જાલી નોટોના રેકેટના સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં 32 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસની દલીલ છે કે, ગુજરાતની બોર્ડર પાકિસ્તાનને મળતી હોવાને કારણે મોટા પ્રમાણમાં જાલી નોટોના કૌભાંડ સામે આવતા હોય છે. પોલીસ માટે પણ આ રેકેટનો પર્દાફાશ કરવો સરળ કામ નથી.

જેમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવ્યું છે કે, પાડોશી દેશ દ્વારા અવારનવાર દરિયાઈ અથવા જમીન માર્ગેથી નકલી નોટો મોકલાઈ છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો એકમાત્ર હેતુ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો રહેલ હોય છે. આ સિવાય પોલીસ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘણાં વેપાર એવા છે જેમાં મોટા પ્રમાણમાં રોકડની લેવડ દેવડ થતી હોય છે માટે જાલી નોટોનો ઉપયોગ કરવો સરળ બની જાય છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાને આ પ્રકારના રેકેટનું હબ મનાઈ છે. ઘણી ટોળકીઓ દ્વારા જાલી નોટો અહીંથી મેળવવામાં આવે છે.

નોંધનીય છે કે, ગુજરાત પોલીસ દ્વારા એવા અનેક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યા છે જેમાં વિવિધ ગેંગ દ્વારા પશ્ચિમ બંગાળના રહેવાસીઓ દ્વારા જાલી નોટો ગુજરાતમાં લવાઈ છે જેથી અહીંના બજારોમાં તેને ફરતી શકાય છે. 2020 ની યાદીમાં જાલી નોટો જપ્ત કરવા બાબતે મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ સ્થાને આવ્યું છે. અહીં 38,664 જાલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત લગભગ 2.63 કરોડ રુપિયા રહેલી હતી.