વિશ્વભરના બજારોમાંથી નબળા સંકેતો મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે, જે આજે શેરબજારની શરૂઆતમાં 1 હજાર પોઇન્ટનો કડાકો બોલ્યો છે. જયારે સેન્સેકસ 55940 પોઇન્ટ પર આવી ગયો છે. નિફ્ટીમાં 290 પોઇન્ટનો કડાકો થયો છે. નિફ્ટી 16695 પોઇન્ટ પર છે. જે આજે સપ્તાહની શરૂઆતમાં જ શેરબજારમાં મોટો કડાકો થયો છે.

JSW સ્ટિલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સના શેર તૂટ્યા હતા. આજે સોમવારે એટલે કે સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારો કડાકો જોવા મળ્યો છે. બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ચિંતા વધી રહી છે, વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.

બજારના નિષ્ણાતોના મતે, નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઘણું દબાણ હતું અને રોકાણકારોએ ઓછું રોકાણ કર્યું છે, જેની અસર ભારતીય બજારો પર જોવા મળ્યું છે. જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ રહી છે. વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ બજારની ચિંતા વધારી છે.