અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે. સોમવારે અંબુજા શેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ભારે ખરીદીને કારણે અંબુજા સિમેન્ટનો સ્ટોક 10 ટકાથી વધુ વધીને રૂ. 568 થયો હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નિવેદન બાદ અંબુજા સિમેન્ટમાં આ તેજી જોવા મળી છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અંબુજા સિમેન્ટ તેની પેટાકંપની ACC સાથે ટૂંક સમયમાં દેશની સૌથી નફાકારક સિમેન્ટ કંપની બની જશે.

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022 ના રોજ શેરબજાર બંધ થયા પછી, અદાણી જૂથે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અદાણી જૂથ સિમેન્ટ વ્યવસાયમાં રૂ. 20,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અંબુજા સિમેન્ટ પ્રમોટરોને રૂ. 419 ના દરે 47.7 કરોડ કન્વર્ટિબલ વોરંટ ઇશ્યુ કરશે. ત્યાર બાદ કંપનીમાં અદાણી ગ્રુપનો હિસ્સો 63.15 ટકાથી વધીને 70.3 ટકા થઈ જશે. આ જ કારણ છે કે સોમવારે બજાર ખુલતાની સાથે જ અંબુજા સિમેન્ટના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી છેલ્લા એક મહિનામાં અંબુજા સિમેન્ટના સ્ટોકમાં 33 ટકાનો ઉછાળો આવ્યો છે.

અંબુજા સિમેન્ટ અને સબ્સિડિયરી એસીસીને અદાણી સમૂહ દ્વારા ખરીદવા બાદ આદિત્ય બિરલા સમૂહના અલ્ટ્રાટેક સિમેન્ટ બાદ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. છેલ્લા એક મહિનામાં અંબુજા સિમેન્ટના શેરમાં ૩૩ ટકાનો વધારો થયો છે.

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અંબુજા સિમેન્ટના શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝે અંબુજા સિમેન્ટના સ્ટોક માટે રૂ. 620 નો ટાર્ગેટ આપ્યો છે. તેથી રૂ.3030ના લક્ષ્ય સાથે ACC ખરીદવાની સલાહ આપવામાં આવે છે.