દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે 2 મહિનાના અંતરાલ બાદ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે FD દરોમાં 40 બેસિસ પોઈન્ટ (0.40 ટકા) સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો 18 ઓગસ્ટ, 2022થી લાગુ થશે. આ દરો 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી રકમ માટે લાગુ પડે છે.

બેંકની વેબસાઈટ અનુસાર, એક વર્ષથી બે વર્ષના સમયગાળામાં હવે 5.35 ટકાથી 15 બેસિસ પોઈન્ટ વધીને 5.50 ટકા થશે. 5.50 ટકા વ્યાજ દર 2 વર્ષ થી 3 વર્ષ થી એક દિવસ કરતા ઓછા સમય માટે ઉપલબ્ધ રહેશે. બેંકે 3 વર્ષ અને એક દિવસથી 5 વર્ષ વચ્ચેના કાર્યકાળ પર વ્યાજ દર 5.70 ટકાથી વધારીને 6.10 ટકા કર્યો છે.

નોંધનીય છે કે, 8 ઓગસ્ટ, 2022 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો. મે 2022 પછી આ ત્રીજી વખત હતો જ્યારે કેન્દ્રીય બેંકે મુખ્ય દરોમાં વધારો કર્યો હતો. ત્યારથી બેંકો એફડીના દરમાં વધારો કરી રહી છે, જે રોકાણકારો માટે સારા સમાચાર છે કે જેઓ દાયકાઓથી નીચા વ્યાજ દરો કમાતા હતા.

જાહેર ક્ષેત્રની બેંક PNBએ પણ ગઈ કાલે એક વર્ષથી વધુની FD પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. બેંક હવે તેમના પર 5.50 ટકા વ્યાજ ચૂકવશે. બેંકે 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. આ 5.45 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યા છે.

કોટક મહિન્દ્રાએ FD પરના વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. બેંકે 365 થી 389 દિવસના સમયગાળા માટે વ્યાજ દરોમાં 0.15 ટકાનો વધારો કરીને 5.75 ટકા કર્યો છે. 390 થી ત્રણ વર્ષ સુધીની FD પર હવે 5.90 ટકા વ્યાજ મળશે.