વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતો બાદ શુક્રવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સે આ સમયગાળા દરમિયાન બે પોઈન્ટની નબળાઈ દર્શાવી હતી. જયારે નિફ્ટી 300 પોઈન્ટની વચ્ચે આવી ગયો હતો. ડોલર સામે રૂપિયો પણ વિક્રમી નીચી સપાટીએ ગયો હતો. શુક્રવારે સેન્સેક્સ 200 પૉઇન્ટના ઘટાડા સાથે 58014 પૉઇન્ટના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પૉઇન્ટના ઘટાડા સાથે 17281ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

રૂપિયો નબળો પડીને 82.22ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે

ડોલર સામે રૂપિયો પણ નબળો પડીને 82.22ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો 33 પૈસા (0.41%) ઘટ્યો હતો. શરૂઆતના કારોબારમાં બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. જયારે, આઈટી, ઓટો, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદી જોવા મળી રહી છે.