હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ ની પર પહોંચી ગયા છે. તેમાં પણ છેલ્લા 6 મહિનામાં પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

છેલ્લા 6 મહિનામાં પેટ્રોલના ભાવ 13.49 રૂપિયા વધ્યો છે. 6 મહિનામાં ડીઝલના ભાવમાં 13.33 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલે પેટ્રોલનો ભાવ 87.64 જ્યારે ડિઝલનો 87 રૂપિયા હતો. આજે પેટ્રોલ 101.13 જ્યારે ડીઝલ 100.35 રૂપિયા છે. રોજ પૈસા માં થતો ભાવ વધારો 6 મહિનો ડબલ ડિજિટ માં પહોંચ્યો છે ભૂતકાળમાં એકસાથે ભાવ વધારો થતો ત્યારે મોટો લાગતો હતો. હવે રોજ પૈસામાં ભાવ વધારો થઈ રહ્યો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર્રમાં ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થયો છે. મોંધવારીમાં ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભાવ વધ્યા છે. રાજકોટથી અમદાવાદ સુરત મુંબઈ સહીતની ટ્રાવેલ્સ બસોમાં ભાવ વધ્યા છે. ડીઝલના ભાવ વધારાથી ખાનગી ટ્રાવેલ્સમાં ભાવ વધારો કરવો પડ્યો છે. દશરથસિંહ વાલા પ્રમુખ ટ્રાવેલસ એસોસીએશન છે. રાજકોટથી અમદાવાદ નોન એસી 350નો ભાવ હવે 400 રૂપિયાને પાર થયો છે.

વોલ્વો સહીત એસીના 400 રૂપિયા હતા તેના 500 થી 550 રૂપિયા ભાવ થયો છે. રાજકોટથી સુરત નોન એસી ના 400 રૂપિયા હતા તેના 500 થી 550 રૂપિયા થયા છે. રાજકોટથી સુરત એસીના 600 રૂપિયા થયા છે. રાજકોટથી મુંબઈ 800 અને 1000 રૂપિયા થયા છે. એસી બસ મુંબઈ 1200 રૂપિયાથી 1300 રૂપિયા થયા છે.