મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ પેટ્રોલિયમ રિટેલ લિમિટેડે મોટો સોદો કર્યો છે. કંપનીએ શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ (એસપીએલ) અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડ (એસપીટીએક્સ)ના પોલિએસ્ટર બિઝનેસને હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) તેમજ SPL અને SPTEX ના સંબંધિત ધિરાણકર્તાઓની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

કેટલો ખર્ચ થશે: શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડના અધિગ્રહણ પાછળ 1,522 કરોડ રૂપિયા અને 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ સંદર્ભમાં, કુલ 1,592 કરોડ રૂપિયાનું સંપાદન છે. SPL 2,52,000 MT/yr ની પોલિમરાઇઝેશન ક્ષમતા ધરાવે છે અને તે ડાયરેક્ટ પોલિમરાઇઝેશન રૂટ દ્વારા તેમજ વેલ્યુ એડિશન સાથે ટેક્સચરાઇઝિંગ એક્સટ્રુડર સ્પિનિંગ દ્વારા પોલિએસ્ટર ફાઇબર, યાર્ન અને ટેક્સટાઇલ ગ્રેડ ચિપ્સનું ઉત્પાદન કરે છે. તેના બે પ્લાન્ટ દહેજ (ગુજરાત) અને સિલ્વાસા (દાદરા અને નગર હવેલી) ખાતે આવેલા છે.

નાણાકીય વર્ષ 2019, નાણાકીય વર્ષ 2020 અને નાણાકીય વર્ષ 2021 માટે એસપીએલનું ટર્નઓવર અનુક્રમે 2702.50 કરોડ રૂપિયા, 2249.08 કરોડ રૂપિયા અને 1768.39 કરોડ રૂપિયા હતું. જયારે, નાણાકીય વર્ષ 2019, નાણાકીય વર્ષ 2020 અને નાણાકીય વર્ષ 2021 માટે SPtexનું ટર્નઓવર અનુક્રમે 337.02 કરોડ રૂપિયા, 338.00 કરોડ રૂપિયા અને 267.40 કરોડ રૂપિયા હતું.