માર્કેટમાં સતત આવી રહેલા IPO ની વચ્ચે SEBI દ્વારા તેનાથી જોડાયેલ નિયમોને નવા વર્ષ પહેલા સખ્ત કરવામાં આવ્યા છે. SEBI દ્વારા આ વાત પર ખાસ ધ્યાન રાખ્યું છે કે, કંપનીઓ IPO દ્વારા લોકો પાસેથી એકત્ર કરવામાં આવતા નાણાંનો દુરુપયોગ ન કરી શકે. તેના સિવાય એન્કર ઇન્વેસ્ટર્સ માટે IPO પ્રાઇસ બેન્ડ અને લોક-ઇન પીરિયડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ ફેરફારો 01 એપ્રિલ 2022 થી લાગુ થશે.

IPO માર્કેટની ખામીઓને દૂર કરવા માટે, SEBI એ 16 નવેમ્બરના ડિસ્કશન પેપર બહાર પાડ્યું હતું. આ તમામ ફેરફારો એક જ કાગળ પર આધારિત રહેલા છે. સેબીએ IPO ના નિયમોમાં કેટલીક ખામીઓ નોંધી હતી. ખાસ કરીને નવા યુગની ટેક્નોલોજી અને ઈન્ટરનેટ પર આધારિત કંપનીઓના લિસ્ટિંગને લઈને નિયમોમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરિયાત જોવા મળી હતી.

સેબીએ જે સૌથી મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે તે IPO થી એકત્ર કરેલ ભંડોળનો દરેક પૈસાનો હિસાબ છે. હવે આઈપીઓ થી જોડાયેલ સંપૂર્ણ રકમનો ઉપયોગ ક્રેડિટ રેટિંગ એજન્સીઓની ઉપર રહેશે. આ એજન્સીઓ સુનિશ્વિત કરશે કે દરેક પૈસા તે જ કામ માટે કરવામાં આવ્યા છે, કંપનીઓએ આઈપીઓના દસ્તાવેજમાં તેનો હવાલો આપ્યો છે. હજુ સુધી ક્રેડીટ કાર્ડ રેટિંગ એજન્સીઓ ૯૫ ટકા ફંડનો ઉપયોગ પર નજર રાખતી હતી.

કંપનીઓ હવે આઈપીઓથી એકત્ર કરેલ ફંડનો ૨૫ ટકાનો ઉપયોગ Inorganic Growth પર કરી શકશે. આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, જ્યારે કંપનીઓ આઈપીઓથી જોડાયેલ પૈસાથી વિલીનીકરણ અને સંપાદન કરતી હતી. સેબીનું માનવું છે કે, આ પબ્લિક પૈસાનો યોગ્ય ઉપયોગ થયો નથી. આ કારણે હવે આવી રીતના ખર્ચ પર લીમીટ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે.

એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એન્કર રોકાણકારો માટે આ સમયગાળો 30 દિવસને બદલે 90 દિવસનો રહેશે. તેની સાથે જે શેરધારકો 20 ટકા અથવા તેથી વધુ હિસ્સો ધરાવે છે, તેઓ લિસ્ટિંગના દિવસે વધુમાં વધુ 50 ટકા શેર વેચી શકશે.