રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તદનુસાર, આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.

રાત્રી કર્ફ્યુ માં વધારોથી હોટલ-રેસ્ટોરા ઉદ્યોગને ભારે નુકસાન થશે. એનઆરઆઇ લગ્ન પ્રસંગની સીઝન ચાલુ હોવાથી અસર થશે. સંગીત સેરેમની અને રાત્રી લગ્નને અસર થશે. નિયંત્રણ હળવા કરતાં રેસ્ટોરામાં ગ્રાહકોની સંખ્યા કોવિડ કાળ પહેલોની સ્થિતિ એ પહોંચી હતી.

ફરી રાત્રે ૧૧ વાગ્યાથી કર્ફ્યુ મુકતાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થશે.હોટલ રેસ્ટોરા સ્ટાફને પણ ઘરે પરત ફરવામાં મુશ્કેલી પડશે. કોવિડ કાળમાં સૌથી વધારે નુકસાન હોટલ અને રેસ્ટોરા બીઝનેસને થયું છે. સરકારે રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેતા પહેલાં કોઈ ચર્ચા કરી નથી. સરકારના નિર્ણયથી વ્યવસાય પર ૩૦ ટકાની અસર થશે.

હોટલ રેસ્ટોરા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, કોવિડના કેસ વધ્યાએ સાચી વાત પણ કોવિડ સાથે જીવવાના રસ્તા વિચારવા જોઇંએ. સરકારે બધા પક્ષો વિચારી નિર્ણય કરવો જોઈએ. 18 મહિનાના બાદ હોટલ ઇન્ડસ્ટ્રી માંડ ઉભી થઇ છે.

ભીડ પર કાબુ મેળવવવાની, માસ્ક અને સોસીયલ ડિસ્ટસીગ પર ભાર મુકવાની જરૂર છે. કર્ફ્યુનો સમય ૧ વાગ્યો બરાબર હતો. ૩૧ ડિસેમ્બર સુધી રાહ જોઇશુ. ૧ તારીખે સરકારને રજુઆત કરીશું તેમ હોટલ માલિકોએ જણાવ્યું હતું.