હવે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ કરવું મોંઘુ પડશે. અમદાવાદ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદનાસરદાર વલ્લ્ભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર જો હવે તમે વાહન લઈને સંબંધીને મૂકવા કે લેવા જતા હશો તો તમારે વધુ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. અદાણીએ એરપોર્ટ પર કાર પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે.

જો કે આ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવતા એરપોર્ટ પર જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ એરપોટ પર 30 મિનિટ માટે કાર પાર્કિંગના રૂ.90 ચૂકવવા પડશે. જયારે આ પહેલા અમદાવાદ એરપોર્ટ પર 2 કલાકના કાર પાર્કિંગનો ચાર્જ 80 રૂપિયા હતો, જે હવે તેમાં દોઢ કલાકનો સમય ઘટાડીને અને તેમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી પાર્કિંગ ચાર્જ વધુ લેવાનું શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આગામી 50 વર્ષ સુધી ત્રણ એરપોર્ટ મથકની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ વસૂલશે. એજ રીતે ટુવ્હીલરના ચાર્જમાં પણ વધારો થઈ રહ્યો છે.