16 સપ્ટેમ્બરે 5 મોટા IPOની જાહેરાત કરશે રામદેવ, મીડિયાથી જણાવશે આખો પ્લાન

યોગ ગુરુ બાબા રામદેવ આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પતંજલિ જૂથની 5 કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણા (IPO) પ્લાન અંગે વિગતવાર માહિતી આપશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે પતંજલિ આયુર્વેદ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિન ઉપરાંત પતંજલિ લાઈફસ્ટાઈલનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના છે. રામદેવની યોજના અનુસાર આ કંપનીઓ આગામી 5 વર્ષ દરમિયાન શેરબજારમાં લિસ્ટ થશે.
શેરબજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની: જણાવી દઈએ કે રામદેવની એકમાત્ર કંપની પતંજલિ ફૂડ્સ શેરબજારમાં લિસ્ટેડ છે. જોકે, આ કંપનીનો આઈપીઓ રામદેવના નેતૃત્વમાં આવ્યો ન હતો. થોડા મહિના પહેલા સુધી, રુચિ સોયા તરીકે સૂચિબદ્ધ આ કંપનીને 2019માં પતંજલિ આયુર્વેદ દ્વારા રીઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ 4,350 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી હતી. આ કંપની પહેલાથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતી.
આ પણ છે એજન્ડા: પ્રેસ કોન્ફરન્સનો એજન્ડા પતંજલિ વિરુદ્ધ અફવા ફેલાવનારાઓને ખુલ્લા પાડવાનો પણ છે. આ સાથે જ રામદેવ પતંજલિ જૂથના વિઝન અને મિશન 2027ની રૂપરેખા આપશે. જયારે, અમે ભારતને આત્મનિર્ભર બનાવવામાં પતંજલિ જૂથના યોગદાન પ્રત્યે આગામી 5 વર્ષ માટે 5 મુખ્ય પ્રાથમિકતાઓ અને લક્ષ્યો વિશે જણાવીશું.