મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. એમાં પેટ્રોલ- ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચતા તેના લીધે તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે સુરતમાં ઇંધરના ભાવ વધતા કાપડ ઉદ્યોગને માઠી અસર પડી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટના ભાડામાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રમઝાન સહિતના તહેવારને લઇને માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. દરરોજ 300 ટ્રકમાં 50 હજાર પાર્સલની નિકાસ કરવામાં આવી રહી છે. ત્યારે 1 એપ્રિલથી ભાવ વધારાનો અમલ કરવામાં આવશે. જે અલગ અલગ રાજ્યોથી ઓર્ડર આવતા માંગ વધી રહી છે. બીજી બાજુ 30 એપ્રિલ સુધી એક પણ ગુડ્સ ટ્રેન નથી. ગુડ્સ ટ્રેન ન હોવાને કારણે ટ્રાન્સપોર્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

જો કે, આગામી 6 વર્ષમાં સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ સહિતના સેક્ટરમાં કોરોડો રૂપિયાનું રોકાણ થશે. દેશમાં એક્સપોર્ટમાં ટોપ 30 જિલ્લાઓમાં સુરત બીજા ક્રમે છે. જયારે દેશના 95 ટિઅર-૨ (શ્રેણી-2) એટલે કે, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ અને પૂના પછીનાં શહેરોમાં રોકાણ કરવામાં સુરત દેશમાં પ્રથમ ક્રમે આવે છે.

દેશના અલગ અલગ રાજ્યના ટેક્સટાઈલ ટ્રેડર્સો દ્વારા મોટા પ્રમાણમાં ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જે 20 દિવસ પહેલા શહેરમાંથી 225 જ ટ્રક જઈ રહ્યાં હતાં. જે હાલ દૈનિક 300 ટ્રકમાંં 50 હજાર પાર્સલો સુરતથી જઈ રહ્યા છે. હોળી બાદ વિવિધ રાજ્યના ટેક્સટાઈલ ટ્રેડર્સો દ્વારા સુરતમાંથી માલ મંગાવવામાં આવે છે. બીજી તરફ હવે કોરોનાનો ડર ઓછો થતા તેજીનો માહોલ છે.