અમેરિકન અને એશિયન શેરોમાં ઘટાડાને કારણે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 561 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 194 પોઈન્ટની આસપાસ ખુલ્યો છે.

આજે શેરબજારમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 661 પોઈન્ટ અથવા 1.28 ટકાના ઘટાડા સાથે 54,646 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSE નો નિફ્ટી 190 પોઈન્ટ અથવા 1.16 ટકાના ઘટાડા સાથે 16,287 પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે તમામ ક્ષેત્રીય નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ, એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આઈટી શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોની વાત કરીએ તો માત્ર 3 શેર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ, નિફ્ટીના 50 શેરોમાંથી 46 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 4 માત્ર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આજે ટોચના ક્લાઈમ્બર્સ પૈકી ડેલ્ટા કોર્પ 1.47 ટકા, ટાટા કન્ઝ્યુમર 1.16 ટકા, બજાજ ઓટો, 0.75 ટકા, ઈન્ડિગો 0.83 ટકા, ટ્રેન્ટ 1.34 ટકા, મારુતિ સુઝુકી 0.43 ટકા, ટાઇટન 0.07 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ઘટતા શેરો પર નજર કરીએ તો, હિંડાલ્કો 2.94 ટકા, વિપ્રો 2.40 ટકા, ટાટા સ્ટીલ 2.19 ટકા, ઇન્ફોસીસ 1.93 ટકા, ટેક મહિન્દ્રા 1.82 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.81 ટકા, કોટક મહિન્દ્રા 1.65 ટકા, એપોલો હોસ્પિટલ 1.54 ટકા, બજાજ ફાઈન્સાસ 1.43 ટકાની ગિરાવટ સાથે કારોબાર કરી રહ્યું છે.