ભારતીય શેરબજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે. બંને ઇન્ડેક્સ નુકસાન સાથે ખુલ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 244 પોઈન્ટ અથવા 0.40 ટકા ઘટીને 60,590 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 81 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 18,616 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી પેકમાં પબ્લિક સેક્ટર બેંક, એફએમજીસી અને એનર્જી ઈન્ડેક્સ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ઓટો, આઈટી, ફાર્મા, મેટલ, મીડિયા, હેલ્થકેર ઈન્ડેક્સ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. NSE પર વધતા અને ઘટતા શેરોનો રેશિયો લગભગ 1:1 છે.

અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ, એક્સિસ બેંક, એચયુએલ, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, એસબીઆઇ લાઇફ, આઇટીસી, ઇન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ, એનટીપીસી, એસબીઆઇ અને ટાટા મોટર્સ નિફ્ટી પેકમાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, ઓએનજીસી, ડો રેડ્ડી લેબ્સ, ઈન્ફોસીસ, આઈશર મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બીપીસીએલ, યુપીએલ, ટીસીએસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, એપોલો હોસ્પિટલ, એલ એન્ડ ટી, એચડીએફસી બેંક, HDFC લિમિટેડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ટાઇટન નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.