સપ્તાહના સતત બીજા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ છે. 30 સેન્સેટીવ ઈન્ડેક્સ (સેન્સેક્સ લાઈવ) સાથેના સેન્સેક્સમાં આજે સવારે 412.62 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જે બાદ ફરી સેન્સેક્સ 52 હજારને પાર કરી ગયો. જયારે, નિફ્ટી લાઈવ આજે સવારે 109.70 પોઈન્ટના વધારા સાથે 15459.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સ 237 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જેણે છ દિવસથી બજારના ઘટાડા પર રોક લગાવી હતી.

10:40 am સેન્સેક્સે શરૂઆતી ઉછાળો જાળવી રાખ્યો છે. સવારે 10:40 વાગે સેન્સેક્સ કુલ 755.65 પોઈન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સના તમામ ટોપ 30 શેરો લીલા નિશાનથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. તે જ સમયે, નિફ્ટી 233.95 અંક વધીને 15,584.10 પર પહોંચ્યો છે.

વહેલી સવારે

મંગળવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 0.80%ના વધારા સાથે 52010 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સમાં આજે સવારે ટાઇટનના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ડૉ. રેડ્ડી, ટાટા સ્ટીલ, NTPC, LT, વિપ્રો, ICICI બેંકના શેર પણ આજે સવારે દરેક માર્કથી ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક બેંક લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.

ગઈકાલની સ્થિતિ

સોમવારે BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 237.42 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 51,597.84 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન, સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ 51,714.61 પોઈન્ટની ઊંચી અને 51,062.93 પોઈન્ટની નીચી સપાટીએ આવી ગયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 56.65 પોઈન્ટ્સ અથવા 0.37 ટકાના ઉછાળા સાથે 15,350.15 પર બંધ થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસી બેન્ક મુખ્ય ગેનર હતા.