બોક્સ ઓફીસ ઉપર બ્રહ્માસ્ત્ર ને શાનદાર શરૂઆત ઓપનીંગ મળી છે જેની ઝલક શેરબજારમાં પણ જોવા મળી છે. સોમવાર ના ટ્રેડિંગ સેશનમાં મલ્ટીપ્લેકસ કંપની માં જોરદાર ખરીદી દેખાઈ છે. મલ્ટીપ્લેકસ કંપની પીવીઆર અને આઈનોક્સ લેસર (Inoc Leisure) ના શેરો માં પાંચ ટકા નો ઉછાળો દેખાયો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શન 211 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે સવારે બજાર ખુલ્યું ત્યારે પીવીઆરના શેરમાં 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. PVRનો સ્ટોક 5.10 ટકા વધીને રૂ. 1928 થયો હતો. તે જ સમયે, આઇનોક્સના શેરમાં પણ 5.40 ટકાનો વધારો થયો હતો. હાલમાં શેર 4.30 ટકાના વધારા સાથે રૂ.515 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, પીવીઆરનો શેર 3.62 ટકાના વધારા સાથે રૂ. 1900 પર ટ્રેડ થઈ રહ્યો છે.

PVR અને INOX મર્જ થવા જઈ રહ્યા છે. PVR માં આ મર્જરની મંજૂરી મેળવવા માટે 11 ઓક્ટોબર, 2022ના રોજ શેરધારકો તેમજ લેણદારોની બેઠક બોલાવવામાં આવી છે. આ વર્ષે માર્ચમાં બંને કંપનીઓએ મર્જ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ તે દેશની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ કંપની બની જશે.

410 કરોડના બજેટમાં બનેલી બ્રહ્માસ્ત્ર આ ફિલ્મ બોલિવૂડમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી બજેટ ફિલ્મ છે. ‘બ્રહ્માસ્ત્ર’ના કલેક્શનથી બોલિવૂડે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે હાલના સમયમાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે.