Stock Market Update: મિશ્ર સંકેતો વચ્ચે ખુલ્યો સૂચકાંક, નિફ્ટીમાં 18,350 ની આસપાસ કારોબાર

ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સૂચકાંકો સપાટ ખુલ્યા હતા. બુધવારે બજાર ખુલ્યા બાદ શેરમાં એક ટકાથી વધુનો વધારો થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 75 પોઈન્ટ ઘટીને 61,797 પર અને નિફ્ટી 24 પોઈન્ટ ઘટીને 18,379 પર હતો. આશરે 1218 સ્ક્રીપ્સમાં વધારો થયો હતો, 791 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 142 સ્ક્રીપ્સમાં કોઈ ફેરફાર થયો ન હતો.
SGX એ આજે ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગનો સંકેત આપ્યો છે. વોલ સ્ટ્રીટ મંગળવારે લાભમાં હતી જ્યારે એશિયામાં શેરો નીચા વેપાર કરી રહ્યા હતા. સિંગાપોર એક્સચેન્જ પર નિફ્ટી ફ્યુચર્સ 18,447.50 ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા, જ્યારે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર થયો.
ગઈકાલે બજાર કેવું હતું
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે મંગળવારનો દિવસ લાભદાયી રહ્યો. બંને સૂચકાંકો સપાટ ખૂલ્યા બાદ ઊંચી નોંધ પર બંધ થયા હતા. મંગળવારે BSE સેન્સેક્સ 248.84 પોઈન્ટ્સ અથવા 0.40 ટકા વધીને 61,872.99 પર અને નિફ્ટી 74.25 પોઈન્ટ્સ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 18,403.40 પર બંધ થયો હતો.