ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે જે અમદાવાદ શહેર માંથી સામે આવ્યો છે.

અમદાવાદમાં શેરની લે વેચની ઉઘરાણીમાં યુવકના પિતાને ધમકી આપવામાં આવી હોવાનું પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્રણ લોકોએ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપી છે. એક કરોડ આપો નહિ તો શોરૂમ લખી દો કહીને ધમકી આપી છે. ક્રુષ્ણ નગરમાં વિપુલ વસૂલી, મહેન્દ્રસિંહ ઝાલા અને ભુરિયા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પૈસા આપનાર યુવક 5 દિવસથી ગુમ થઇ ગયો છે. જે યુકે મા નોકરી અપાવવાના નામે ઠગાઈ કરવામાં આવી છે.

એક વ્યક્તિએ એજન્ટ બની ઠગાઈ આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે વિઝા કન્સલ્ટિંગ નું કામ કરતા વ્યક્તિ સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં આરોપીએ ગ્રાહકોના ડોક્યુમેન્ટ અને પૈસા સેરવી લીધા હતા. 6.99 લાખની ઠગાઈ આચરનાર સામે ઇસનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.