Tata Group હવે ભારતમાં iPhone બનાવી શકે છે. અહેવાલ છે કે ટાટા જૂથ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંયુક્ત સાહસ સ્થાપી શકે છે અને આ માટે ટાટા એપલ ઇન્કના તાઇવાનના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહી છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, Apple Inc. ભારતીય બજારમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સંયુક્ત ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માંગે છે. આ માટે તે ટાટા ગ્રુપના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં ટાટા અને એપલ કંપની વચ્ચે ડીલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જો આ ડીલ સફળ થશે તો ટાટા ભારતમાં iPhone બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની જશે. હાલમાં તે મુખ્યત્વે ચીન અને ભારતમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ જેવી તાઈવાનની મેન્યુફેક્ચરિંગ જાયન્ટ્સ દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે.

ભારતમાં iPhone બનાવ્યા બાદ ચીનની કંપનીઓને જબરદસ્ત ઝટકો લાગી શકે છે. એટલું જ નહીં, Apple Inc. પછી, અન્ય વિદેશી કંપનીઓ પણ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સ્થાપિત કરવા માટે આગળ વધી શકે છે. આનાથી ભારતીય અર્થતંત્ર મજબૂત થશે અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત માટે એક મોટું પગલું હશે.