અખાત્રીજે સોનાચાંદીની ખરીદી કરવા સામાન્ય રીતે લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે હવે અક્ષય તૃતીયા એટલે સોના ચાંદી ખરીદવા માટે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે અક્ષય તૃતીયાને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે સોના-ચાંદીના વેપારીઓને લૉકડાઉનના કારણે ગ્રહણ લાગી ગયું છે.

ગત વર્ષે પણ અક્ષય તૃતીયાએ lockdown હતું અને અત્યારે પણ મીની lockdown હોવાથી સોના-ચાંદીના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. વેપાર ધંધાને બજારો બંધ રહેવાને લીધે સોના-ચાંદીના દાગીના અને ઝવેરાત વેચતા જ્વેલર્સ તેમજ કંપનીઓને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે.

જો કે કેટલીક ટોચની ઝવેરાતની કંપની દ્વારા ઓનલાઇન બિઝનેસ માટે લોભામણી ઓફર કરવામાં આવી છે ગુજરાતભરમાં નાના-મોટા ૨૫ હજારથી પણ વધુ જ્વેલર્સ છે જ્યારે અમદાવાદ શહેરમાં પાંચ હજાર જેટલા નાના-મોટા સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ છે જોકે ગત વર્ષે પણ અક્ષય તૃતીયા એ lockdown હોવાથી મોટો ફટકો પડયો હતો જ્વેલર્સ ને આખા વર્ષનું જે વકરો હોય છે તેમાં ૨૦ ટકા જેટલો વેપાર અક્ષયતૃતીયાના દિવસે થઈ જતો હોય છે.

આ અંગે વાત કરતા અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના નિશાંત ઝવેરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અક્ષયતૃતીયાના દિવસે વેપાર બંધ રહેવાથી થઈ ગયા છે અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી સુકન્યા માનવામાં આવે છે અને લોકો પણ આ દિવસે ખરીદારી કરવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે અમદાવાદમાં માત્ર પાંચ ટકા જ સોના-ચાંદીના વેપારીઓએ online વ્યાપાર કરી રહ્યા છે પરંતુ ૯૦ થી ૯૫ ટકા જેટલા વેપારીઓને આ અક્ષય તૃતીયા એ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જોકે 2019માં અક્ષય તૃતીયા માં સવાસો કરોડ થી દોઢસો કરોડની કમાણી કરી હતી ત્યારે આ વર્ષે લોકોની નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે