રાજકોટ યાર્ડમાં સફેદ સોનુ ગણાતા કપાસનો ભાવ ઓલટાઈમ હાઈ થઇ રહ્યા છે. કપાસના મણનો ભાવ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. રાજકોટ યાર્ડમાં કપાસના મણનો ભાવ 2400 રૂપિયા બોલાયો ચેન છે. ત્રણ દિવસમાં કપાસનો ભાવ 2200 રૂપિયાથી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યો છે. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટતા ભાવોએ નવી સપાટી સર કરી છે.

ગયા વર્ષે તાઉતે વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં પાકના ભાવ સારા મળવાના કારણે ખેડૂતોને થોડીક રાહત મળી હતી. આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે.

રાજકોટ (ધોરાજી) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ રૂપિયા 11500 નોંધાયો છે. રાજકોટ (ધોરાજી) માર્કેટયાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ રૂપિયા 10855 નોંધાયો છે. મોરબી (વાંકાનેર) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ રૂપિયા 10495 નોંધાયો છે.