હાલમાં કોરોના કાળમાં ખાતરના ભાવમાં વધારો થયો છે. જે ખાતરના ભાવ વધતા જગતના તાતને મુશ્કેલી પડશે. ત્યારે આ ખાતરના ભાવ વધતા સબસીડી વધારવા માંગ કરવામાં આવી રહી છે. જે સબસીડી દ્વારા 20 કરોડનું રાહત પેકેજની સહાય આપવા પણ માંગ કરવામાં આવી છે. ખાતરના ભાવ વધતા ગુજરાતના ખેડૂતોનો બોજ વધી જશે. જે ગુજરાતના ખેડૂતોને 1200 કરોડનો આર્થિક બોજ વધવાની શકયતા જણાય રહી છે. જે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

કોરોના મહામારીના સંકટ સમયે સરકાર દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં ૫૮ ટકા જેટલો તોતિંગ વધારો કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી છે. હાલના કોરોનાના સમયમાં એક તરફ એપીએમસી બંધ છે. તો બીજી તરફ ખેડૂતોને બેન્કોમાંથી લીધેલા ધિરાણો ભરત કરવાનો સમય આવ્યો છે. કોરોનાની બીમારીના કારણે કોઈ બિમાર છે અથવા મૃત્યુ પામી રહ્યાં છે. ત્યારે ડીઝલ બિયારણ દવા તથા મજૂરોના ભાવમાં વધારો થયો હતો તેવા સમયે સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં ૫૮ ટકા જેટલો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. જે ખૂબ જ અયોગ્ય છે.