સુરત કાપડ માર્કેટની તેજી પર ટ્રાન્સપોર્ટર્સ કંપનીની બ્રેક લાગી છે. જે દૈનિક 350 ટ્રક મારફતે 250 કરોડ રૂપિયાના કાપડની ડિલિવરી કરતા ટ્રાન્સપોર્ટર્સ હાંફી ગયા છે. ટ્રાન્સપોર્ટર્સ પહોંચી નહીં વળતા માર્કેટમાંથી મોકલાતા પાર્સલમાંથી 30 ટકા પરત મોકલતા હોવાની વાત જાણવવામાં આવી છે. પૂરતી ટ્રક નહીં હોવાના કારણે રોજના ૩૦ ટકા કાપડની ડિલિવરીને બ્રેક લાગી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટર્સને વિવિધ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ થઈ ગયું છે.

જીએસટીના નામે વેપાર નથી તેવી કકળાટ કરી રહેલા વેપારીઓને ધીમી ગતિએ દિવાળીનો વેપાર મળવાની શરૂઆત થઇ ચૂકી છે. જો કે કોરોનાને કારણે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થયું હતું. કોરોના દરમિયાન માત્ર સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સને જ નહીં ટેક્સટાઈલની સાથે સંકળાયેલા ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ્સને પણ મોટું નુકસાન થયું છે.

સિઝનમાં સરેરાશ 400 ટ્રકથી ડિલિવરી થતી હોય છે. માર્કેટ હજુ ખુલ્યાં છે ત્યારે પૂરતી ટ્રક નહીં હોવાના કારણે રોજના ૩૦ ટકા કાપડની ડિલિવરીને બ્રેક લાગી છે. સિઝનમાં રોજ સરેરાશ 400 ગાડીઓ જ્યારે સામાન્ય દિવસોમાં 120થી 150 ગાડીઓ થકી કાપડની ડિલિવરી થતી હોય છે.