સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા કેટલાંક દિવસથી સતત વધારો થઇ રહ્યો છે. જયારે હાલમાં પણ તેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે. આ વધી રહેલા તેલના ભાવથી મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય રહી છે. ત્યારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો થતા મધ્યમ વર્ગ ફરી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. સીંગતેલમાં એક દિવસ ભાવ સ્થિર બાદ ફરી ભાવ વધારો થયો છે. જે સટ્ટાખોરી અને નફખોરી ના કારણે વણથભી તેજી વધી રહી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જે મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે.

સિંગતેલના ભાવ માં સતત વધારો થઇ રહ્યો છે. જે નિકાસ વધતા ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે. જે મગફળી વવાણી ની સીઝન શરૂ થયા પહેલા જ સીંગતેલ મોંઘુ થવા લાગ્યું છે. કપાસિયા તેલમાં ડબ્બે 20 નો વધારો છે. સીંગતેલ નો ડબ્બો 2720 થી 2770 સુધી ડબ્બા નો ભાવ બોલ્યો છે. અને કપાસિયા તેલ નો ડબ્બો 2600 થી 2620 આસપાસ રહ્યો છે.

નોંધનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે. જો કે, સિંગતેલ અને કપાસિયા તેલનું ગુજરાતમાં જ મોટાપાયે ઉત્પાદન થાય છે છતાં તેના ભાવ અન્ય તેલોમાં બેફામ નફાખોરીના પગલે ભાવ વધારો થઇ રહ્યો છે.