નવરાત્રી આયોજનને લઈ આયોજકો હજીપણ અસમંજસતા જોવા મળી રહી છે. ગઈકાલે વૃંદ માટે 400 લોકોના કાર્યક્રમને મંજૂરી અપાઈ છે. મોટા આયોજનો માટે પહેલાથી જ આયોજકો સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ વર્ષે મોટા આયોજનો શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા જણાવાવમાં આવી રહ્યી છે. નાના આયોજન માટે વધુ લોકો સાથે મંજૂરી મળવી જોઈએ. 800 થી 1000 લોકોની મંજૂરી મળે તો નનાપાયે આયોજન થઈ શકે છે. નવરાત્રી પૂર્વે વધુ લોકો સાથે મંજૂરીની આશા હોવાનું પણ આયોજક જણાવી રહ્યા છે. લોકો બે વર્ષથી ઘરમાં બંધ હોવાથી મંજૂરી મળવી જરૂરી છે. લોકો ઘરમાં બેસીને કંટાળ્યા હોવાથી મનોરંજન જરૂરી છે.

ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે મહત્વના નિર્ણય કરવામાં આવે છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે ડી. જે. પાર્ટી અને મ્યુઝિક પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે તેમના કલાકારો અને મ્યુઝિક સિંગરની હાલત કફોડી બની છે, ત્યારે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ડી. જે. પાર્ટી અને મ્યુઝિક બેન્ડ સિસ્ટમને પરવાનગી આપવાની સૂચના ગૃહ વિભાગને આપી હતી. જેમાં આજે મોડી સાંજે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

નવરાત્રીની આપી શકાય છે પરવાનગીરાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મળેલી કેબિનેટ બેઠકમાં ડી. જે. પાર્ટી અને ગાયક કલાકારોને મંજૂરી આપવામાં આવી છે. તેને ગૃહવિભાગ દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં નવેમ્બર માસમાં આવતી નવરાત્રી મહોત્સવ માટેની પણ મંજૂરી રાજ્ય સરકાર ને ધ્યાનમાં લઈને આપી શકે છે આમ ગુજરાતમાં મોટા પાર્ટીપ્લોટમાં તો નવરાત્રિનું આયોજન નહીં કરવાનું આયોજકોએ નિર્ણય કર્યો છે ત્યારે શેરી ગરબા યોજાઈ તેવી શક્યતાઓ પણ આજના નિર્ણય પરથી લાગી શકે છે..