1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરુ થવા જઈ રહ્યું છે. જેની સાથે જનતાને મોંઘવારીનો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ઘણી જીવન જરૂરિયાત અને રોજિંદી વસ્તુઓ મોંઘી થઇ જશે. રાજસ્થાન,યુપી અને એમપી,બિહારમાં દૂધી, વીજળી અને હવાઈ મુસાફરી મોંઘી થશે. જાણો 1 એપ્રિલથી કઈ વસ્તુઓ બનશે મોંઘી.

1 એપ્રિલથી ડોમેસ્ટિક ફ્લાઇટ માટે એવિએશન ફી 200 રૂપિયા થઇ જશે. જે હાલ 160 રૂપિયા છે. ત્યાં જ 1 એપ્રિલથી ટેલિવિઝનની 2000 થી 3000 રૂપિયા સુધીનો વધારો થશે. 1.5 લાખ સુધી કોન્ટ્રાકટરને 10 ટકા વધુ વેતન મળશે. બેરોજગાર યુવક યુવતીઓને બેરોજગારી ભથ્થુ મળવાનું શરુ થશે.

યુપીમાં 1 એપ્રિલથી દારૂની કિંમતમાં વધારો થશે. જેની તૈયારી યોગી સરકારએ કરી છે.જેને કારણે દેશી અને વિદેશી દારૂ મોંઘુ થશે. ત્યાં જ યુપીમાં બિયર સસ્તી થશે.જનતાને 1 એપ્રિલથી વધુ બિલ આપવું પડશે. સાઉથ અને નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ દરમાં 9 થી 10 ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જો પ્રસ્તાવને મંજૂરી મળશે તો વિજળીનો ભાવ વધશે .

ઉનાળામાં સૌથી વધુ માણસને કુલર અને પંખા ,એસીની જરૂર હોય છે. એવામાં 1 એપ્રિલથી એસી કંપનીઓ કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીઓ 4થી 6 ટાકાનો વધારો કરવા જઈ રહી છે. એટલે કે પ્રતિ યુનિટ એસીની કિંમતમાં 1500થી 2000 રૂપિયાનો વધારો થશે. તમે કાર લેવાનું વિચારી રહ્યા છો તો એ પણ મોંઘી થવા જઈ રહી છે. 1 એપ્રિલથી દેશ વિદેશમાં અનેક કંપનીઓ કારની કિંમત વધારવા જઈ રહી છે. અમીરથી લઇને ગરીબને રોજ સવારે દૂધની જરૂર હોય છે. હવે 1 એપ્રિલથી દૂધના ભાવમાં પણ વધારો જોવા મળશે.