દુનિયામાં 25 % મુસ્લિમો, ટીવી શોમાં માત્ર 1 ટકાની ભૂમિકા; મલાલા યુસુફઝઈએ કરી હોલીવુડની આલોચના

સામાજિક કાર્યકર્તા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ તાજેતરના સમયમાં હોલીવુડમાં પ્રતિનિધિત્વ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તે કહે છે કે વિશ્વની વસ્તીના 25 ટકા મુસ્લિમો છે, પરંતુ મોટા ટીવી શોમાં મુસ્લિમ કલાકારો માત્ર એક ટકા મુખ્ય ભૂમિકામાં છે. મલાલાએ Variety Power of Women programme ને સંબોધિત કરતા આ વાત કહી હતી.
સામાજિક કાર્યકર્તા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ તાજેતરના સમયમાં હોલીવુડમાં પ્રતિનિધિત્વ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તે કહે છે કે, વિશ્વની વસ્તીના 25 ટકા મુસ્લિમો છે, પરંતુ મોટા ટીવી શોમાં મુસ્લિમ કલાકારો માત્ર એક ટકા મુખ્ય ભૂમિકામાં છે. મલાલાએ વેરાયટી પાવર ઓફ વુમન કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી હતી.
તેમને જણાવ્યું છે કે, “મેં જોયું છે કે, મારા જેવા એશિયન લોકો હોલીવુડની મૂવીઝમાં 4 ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. મુસ્લિમોની વસ્તી 25 ટકા છે, પરંતુ લોકપ્રિય ટીવી શોમાં તેમની હાજરી માત્ર એક ટકા છે,”
મલાલાએ આગળ કહ્યું, “હું હોલીવુડથી તેને બદલવાની અપેક્ષા રાખતી નથી, કારણ કે તે કરવું યોગ્ય નથી. હું ઈચ્છું છું કે તમે તે કરો કારણ કે તમે એક કલાકાર છો અને તમે જાણો છો કે કલા દરેકની છે.”
તેમને વધુ કહ્યું કે, “જો તમે એવા કલાકાર છો કે જેમણે તેમની વાર્તા સાંભળી હોય અથવા કહેવામાં આવે છે કે તમે ખૂબ નાના છો અથવા તમારી પાસે યોગ્ય પૃષ્ઠભૂમિ નથી, તો મારા ડેસ્ક પર બેસો અને સાથે કામ કરો.”