હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબર લઈને એક મોટી જાણકારી સામે આવી છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ પાર્ટી દરમિયાન સ્થળની બહાર ગોળીબાર થયાની ઘટના સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેના કારણે આ ઘટનાની ચર્ચા વધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિન બીબરના કોન્સર્ટનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં કરાયું હતું. કોન્સર્ટ બાદ ‘ધ નાઇસ ગાય’ રેસ્ટોરન્ટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ પાર્ટી દરમિયાન રેસ્ટોરન્ટના બારમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રેપર કોડક બ્લેક સહિત અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ આ ત્રણેયને નજીક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી જાણવા મળ્યું છે કે, આ ત્રણેયની તબિયતમાં સુધારો થયો છે. જ્યારે આ પાર્ટીમાં જસ્ટિન બીબર તેની પત્ની હેલી બાલ્ડવિન સાથે રહેલ હતો. તેના સિવાય ડ્રેક, લીઓ ડી કેપ્રિયો, કેન્ડલ જેનર અને કોહલ કાર્દાશિયન જેવી ઘણી મોટી હસ્તીઓ પણ પાર્ટીમાં આવી હતી.

જ્યારે બીજી તરફ જાણવા મળ્યું છે કે, રેસ્ટોરન્ટની બહાર થયેલ આ ઝઘડા વિશે કંઈ પણ જાણવા મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરની તપાસમાં જાણવા મળ્યું છે કે, જસ્ટિન હોલીવુડના ફેમસ સિંગર રહેલા છે. જસ્ટિને મોડલ હેલી બાલ્ડવિન સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા.