પિયુષ જૈનના કૌભાંડ પર બનશે ફિલ્મ, ફિલ્મનું નામ ‘રેડ 2′ હશે, અજય દેવગણ રહેશે હીરો ?

ઉત્તર પ્રદેશના અંતરના બિઝનેસમેન પીયૂષ જૈનના કૌભાંડની કહાની ખૂબ જ ઓછા સમયમાં તમે મોટા પડદા પર જોઈ શકશો. કારણ કે તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠક ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં આવકવેરા વિભાગના દરોડા પર ‘રેડ 2’ નામની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમણે આ જાહેરાત ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત આયોજિત ‘કાશી ફિલ્મ ફેસ્ટિવલ’ માં પેનલ ચર્ચા દરમિયાન કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તેણે ફિલ્મ ‘રેડ’ બનાવી હતી.
સમાચાર એજન્સી મુજબ, ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠકે જણાવ્યું છે કે તેમની ફિલ્મ ‘રેડ’ ફિલ્મમાં માટે એ દર્શાવવામાં આવ્યું હતું કે, દિવાલોમાંથી પણ પૈસા બહાર આવી શકે છે. જ્યારે તાજેતરમાં કાનપુર અને કન્નૌજમાં ઈન્કમટેક્સના દરોડામાં દિવાલોમાંથી પૈસા નીકળવાની ઘટના સામે આવી હતી. જેને જોતા તેણે ફિલ્મ ‘રેડ-2’ બનાવવાનું મન બનાવી લીધું હતું. પાઠકે જણાવ્યું છે કે, આ ફિલ્મમાં દિવાલોમાંથી પૈસા નીકળવાના દ્રશ્યો બતાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 2018 માં આવેલી કુમાર મંગતની ફિલ્મ ‘રેડ’ માં અભિનેતા અજય દેવગણ આવકવેરા અધિકારીના રૂપમાં હતા અને તે એક રાજનેતાના ઘરે દરોડા પાડે છે. આ ફિલ્મમાં અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અને અભિનેતા સૌરભ શુક્લા પણ હતા. જો કે રેડ ટુમાં અજય દેવગણ જ હીરો હશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.