બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની બુકના કારણે ચર્ચામાં છે. બેબોની બુક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેન્સી બાઈબલ’ માં કરીનાએ બીજા દીકરાના નામનો ખુલાસો કરવામાં આવ્યો હતો. કરીના અને સૈફ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત પેરેન્ટ્સ બન્યા હતા. બીજા દીકરાના જન્મના આશરે પાંચ મહિના બાદ તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. કરીના અને સૈફના બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન રાખવામાં આવેલ છે. અત્યાર સુધી જહાંગીરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય એવી એકપણ તસ્વીર સામે આવી નહોતી. તેમ છતાં શુક્રવારના કરીના-સૈફ જહાંગીર સાથે રણધીર કપૂરના ઘરે જોવા મળ્યા હતા. ત્યારે જહાંગીર નો સ્પષ્ટ ચહેરો સોશિયલ મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે

કરીના અવારનવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જેહની ઝલક બતાવતી તસ્વીરો શેર કરતી હતી પરંતુ ક્યારેય તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહોતો. હવે જેહની પ્રથમ તસ્વીર સામે આવી છે. શુક્રવારના રોજ રણધીર કપૂરના ઘરે લંચ માટે કપૂર પરિવાર ભેગો થયો છે. ત્યારે ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સે નાનકડા જેહની ઝલક કેમેરામાં કેદ કરી નાખી છે. કરીનાનો નાનો દીકરો જેહ ભાઈ તૈમૂરની જેમ એકદમ ક્યૂટ રહેલ છે.

સૈફ અલી ખાન દ્વારા જેહને તેડવામાં આવ્યો હતો અને તેઓ રણધીર કપૂરના ઘરની અંદર જઈ રહ્યા હતા ત્યારે જેહની તસ્વીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાનકડો જેહ એકદમ કરીના કપૂર જેવો જોવા મળી રહ્યો છે. કરીનાની બાળપણની તસ્વીર થોડા દિવસ અગાઉ વાયરલ થઈ હતી. બેબો જેવી લાગતી હતી એવો જ જેહ જોવા મળી રહ્યો છે.