ફરી એક વખત બાબા નિરાલાના આશ્રમના દરવાજા લોકો માટે ખુલ્યા છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ પોપ્યુલર વેબ સિરીઝ ‘આશ્રમ’ ની ત્રીજી સીઝનની જે એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ ગઈ છે. ‘આશ્રમ 1’ અને ‘આશ્રમ 2’ પછી ‘આશ્રમ 3’ નું આવવું એ આ શ્રેણીની સફળતાનો મજબૂત પુરાવો છે. આ સિરીઝની સાથે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકારોને પણ ફરી સફળતા દેખાડવાની તક મળી છે. પછી ભલે તે બોબી દેઓલ હોય કે ત્રીજી સીઝન સાથે જોડાયેલ ઈશા ગુપ્તા, તે પણ આ દિવસોમાં ‘આશ્રમ 3’ માં તેના ઈન્ટીમેટ સીન્સને લઈને ચર્ચામાં છે.

ઈશા ગુપ્તાએ ‘આશ્રમ 3’ માં બોબી દેઓલ સાથેના તેના ઈન્ટીમેટ સીન્સ વિશે ખુલીને વાત કરી છે. તેને પ્રથમ વખત બોબી સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી છે. એક નામી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં પૂર્વ મિસ ઈન્ડિયા ઈશાએ કહ્યું છે કે, તેને ઈન્ટીમેટ સીનને લઈને તેમને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નહોતી, હા એ જરૂર આછા રાખું છે કે, તેમને અને બોબીએ જે પણ આવી રીતના ઈન્ટીમેટ સીન કર્યા છે, તેની સાથે સંપૂર્ણ ન્યાય આપવામાં સફળ રહી હોય.

જ્યારે ઈશાને પૂછવામાં આવ્યું કે, શું તે બોબી સાથે સ્ટીમી સીન આપતી વખતે કમ્ફર્ટેબલ છે, તો તેણે કહ્યું કે, જ્યારે તમે છેલ્લા 10 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છો ત્યારે કમ્ફર્ટેબલ કે અસ્વસ્થતા જેવું કંઈ નથી. લોકોને લાગે છે કે, આવા સીન કરવા મુશ્કેલ છે, પરંતુ એવું નથી જ્યાં સુધી તમને વાસ્તવિક જીવનમાં આવી સમસ્યાઓ ન હોય. ઈશાએ વધુમાં કહ્યું કે, અમે ઈન્ટીમેટ સીન્સને લઈને ખૂબ જ ખુલ્લા વિચારના છીએ.

ઈશાના કહેવા મુજબ, જો તે પ્રથમ વખત આવું કરી રહી હોય તો તેને પણ આવા સીનમાં સમસ્યા થઈ શકે છે. તેણે કહ્યું કે, જ્યારે તમે કોઈ મહાન અભિનેતા સાથે શૂટિંગ કરી રહ્યા હોવ તો તેમાં કોઈ સમસ્યા નથી. ઈશાના મતે ઈન્ડસ્ટ્રીમાં આ વસ્તુઓ બહુ સામાન્ય છે. બસ એટલું જ કે, તમે આવા સીન કરવાથી ખુશ છો કે નહીં.

તમને જણાવી દઈએ કે ઈશાએ પહેલીવાર ‘આશ્રમ’ સિરીઝમાં કામ કર્યું છે. ‘આશ્રમ 3’ માં, તેણીએ સોનિયાનું પાત્ર ભજવ્યું હતું, જે તેના છુપાયેલા હેતુ માટે બાબા નિરાલાને ફસાવતી જોવા મળે છે. પોતાના બોલ્ડ પાત્ર વિશે વાત કરતા ઈશાએ કહ્યું કે, સોનિયા જાણે છે કે તે શું ઈચ્છે છે અને તે કોઈપણ કિંમતે મેળવવા માંગે છે.