અભિનેતા અને ફિલ્મ નિર્માતા પ્રતાપ પોથેનનું શુક્રવારે સવારે ચેન્નાઈમાં 70 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હોવાના સમાચાર છે. તે છેલ્લી વખત તે પોતાના ઘર પર મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. તે છેલ્લી વખત મમૂટી સ્ટારર “CBI 5 ધ બ્રેઈન” માં જોવા મળ્યા હતા જે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. તેમની અન્ય લોકપ્રિય ફિલ્મોમાં ‘ઠાકારા’, ‘ચમારામ’, ’22 મહિલા કોટ્ટયમ’ નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, પ્રતાપ પોથેન મોહનલાલની આગામી ફિલ્મ ‘બરોજ: નિધિ કક્કુમ ભૂતમ’ નું શૂટિંગ કરી રહ્યા હતા. તેમની અંતિમ નિર્દેશિત ફિલ્મ 1997 માં ‘ઓરુ યાત્રામોઝી’ હતી. જેમાં મોહનલાલ અને શિવાજી ગણેશન જોવા મળ્યા હતા.

પ્રતાપ પોથેન મલયાલમ સિનેમામાં તેમના કામ માટે જાણીતા હતા. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 1985 માં તેમને ફિલ્મ ‘મીંદમ ઓરુ કથલ કથા’ ના નિર્દેશન માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રતાપ પોથેને 1985 માં અભિનેત્રી રાધિકા સરથકુમાર સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ 1986માં છૂટાછેડા લીધા હતા. આ પછી તેણે અમલા સત્યનાથ સાથે બીજા લગ્ન કર્યા અને 2012માં આ લગ્ન પણ તૂટી ગયા હતા.