બોલિવૂડ અભિનેતા કમાલ આર ખાન (KRK) જે ઘણી વખત પોતાના ટ્વિટ્સ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહે છે, તે ફરી એકવાર મુશ્કેલીમાં છે. વાસ્તવમાં કમાલ આર ખાનને મુંબઈની મલાડ પોલીસે વર્ષ 2020 માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વીટ માટે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, કે આર કેને પહેલા બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વાસ્તવમાં કમાલ આર ખાન એક અભિનેતાની સાથે સાથે ફિલ્મ સમીક્ષક તરીકે પણ ઓળખાય છે. જે અવારનવાર બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રી વિરુદ્ધ વીડિયો બનાવતા જોવા મળે છે. જ્યારે હવે ફરી એકવાર કેઆરકેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મલાડ પોલીસે વર્ષ 2020 માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વીટ માટે તાજેતરમાં એરપોર્ટ પરથી કેઆરની ધરપકડ કરી છે. વાસ્તવમાં KRK પર આરોપ છે કે, તેણે સોશિયલ મીડિયા પર ધર્મને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જ્યારે માહિતી અનુસાર, તેમને પહેલા બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જ્યારે આ અગાઉ પણ KRK ઘણી વખત આવી મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યા છે. આ અગાઉ પણ તેમની વિવાદાસ્પદ નિવેદનોના લીધે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે થોડા સમય અગાઉ બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પણ KRK વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કારણ કે KRK એ તેની ફિલ્મ રાધેને લઈને નેગેટિવ રિવ્યુ કર્યો હતો.

તે જાણીતું છે કે, KRK એ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બોલીવુડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસમાં પણ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, કમાલ આર ખાન એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.