TV ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ‘ભાભી જી ઘર પર હૈ’ ના મલખાન ઉર્ફે દીપેશ ભાન પછી હવે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ની અભિનેત્રી કેતકી દવે તેના પતિ અને અભિનેતા રસિક દવેનું અવસાન થયું છે. રસિકે 29 જુલાઈ 2022 ના રોજ રાત્રે 8 વાગ્યે 65 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

‘મહાભારત’ ના પાત્ર ‘નંદા’ માટે પ્રખ્યાત રસિકનું કિડની ફેલ થવાને કારણે મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર હતા. અભિનેતા કિડની સંબંધિત બિમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની કિડની સતત બગડતી રહી અને છેલ્લો એક મહિનો તેમને અને તેમના પરિવાર માટે ખૂબ જ પીડાદાયક રહ્યો છે. આજે એટલે કે 30 જુલાઈ 2022ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેતકીએ ટીવી એક્ટર રસિક સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેને એક પુત્રી રિદ્ધિ દવે છે. રસિકે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. રસિકે તેની કારકિર્દી ’82’ માં ગુજ્જુ ફિલ્મ ‘પુત્ર વધૂ’ થી શરૂ કરી અને ગુજરાતી અને હિન્દી એમ બંને માધ્યમમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ફિલ્મ ‘માસૂમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કેતકી અને રસિકે 2006માં ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો. ઈન્ડસ્ટ્રીથી વર્ષો દૂર રહ્યા બાદ રસિકે ટીવી સીરિયલ ‘સંસ્કારઃ ધરોહર અપનો કી’ થી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું. તે સીરિયલ ‘ઐસી દિવાનગી દેખી નહીં કહી’ માં પણ જોવા મળી ચૂકી છે. રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા.

જ્યારે કેતકી દવેની વાત કરીએ તો, તે ઘણી હિન્દી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. આ ઉપરાંત તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ એક ભાગ રહી ચુકી છે. તેમની માતા સરિતા જોશી એક અભિનેત્રી છે અને તેમના સ્વર્ગસ્થ પિતા પ્રવીણ જોશી પણ થિયેટર દિગ્દર્શક હતા. તેણીની એક નાની બહેન છે, પુરબી જોશી, જે એક અભિનેત્રી અને એન્કર પણ છે.