મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અભિનેતા વિજય બાબુ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતા પર ફિલ્મોમાં કામ મળવાને બદલે એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, કોઝિકોડની રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, વિજય બાબુએ પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી અને પછી તેમને પોતાના ફેલ્ટ બોલાવી અને તેમની સાથે ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. તમને જણાવી દઈએ કે, અભિનેતા વિરુદ્ધ 22 એપ્રિલે આ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાનો આરોપ છે કે, ફરિયાદના ચાર દિવસ પછી પણ પોલીસે આ મામલે અભિનેતાની પૂછપરછ કરી નથી. પોલીસે વિજય બાબુના ઠેકાણાનો પણ ખુલાસો કર્યો નથી. તેમ છતાં અભિનેતા સામેના આ આરોપથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

તમને જણાવી દઈએ કે, વિજય બાબુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક પ્રસિદ્ધ નિર્માતા અને અભિનેતા છે. અભિનેતાના ચાહકોની સંખ્યા કરોડોમાં રહેલી છે. વિજય બાબુએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની ફ્રાઈડે ફિલ્મ હાઉસ નામની પ્રોડક્શન કંપની પણ છે. તેણે આ પ્રોડક્શન હાઉસમાંથી નવી ફિલ્મો બનાવવાની પણ જાહેરાત કરી છે.